દેવગઢબારીઆ તાલુકાના અંતેલા પગાર કેન્દ્ર શાળામા અભ્યાસ કરતા રમતવિરો ખેલ મહાકુંભ સ્પર્ધા 2025 અંતર્ગત આજે તા. 17ના રોજ જિલ્લા કક્ષાની લૉન ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 11 વર્ષના વયજૂથમાં પટેલ રાજ શંકરભાઈ તૃતિય, 14 વર્ષના જુથમાં સોનલ ગણપતભાઇ તૃતિય, સતોળ પ્રદિપ મહેન્દ્રભાઇએ પ્રથમ નંબર મેળવી અંતેલા પગાર કેન્દ્ર શાળા તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ આવેલ પ્રદિપ હવે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજય કક્ષાએ લૉન ટેનિસમાં ભાગ લેશે. તમામને કોચ અનિલ પસાયા અને ભાવસિંહ પટેલે માર્ગદર્શન આપ્યું હતું.



  • Follow us on: