લીમખેડાના ઝાલોદ રોડ પર આવેલ શ્રી ભગવાન રામદેવજી મંદિર ભક્તોની અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું પવિત્ર તીર્થ સ્થાન છે, જ્યાં દશમ પર્વની ઉજવણી ભવ્ય રીતે ધામધૂમથી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભાવિક ભક્તો ભગવાન રામદેવજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડયા હતાં.


દશમના દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર શરૂ થયું હતું. ખાસ કરીને, સંતાનની ઝંખના રાખનારા દંપતીઓ અહીં ખોળાની બાધા રાખે છે. જેના કારણે દૂર-દૂરથી ભક્તો આ પવિત્ર ધામની મુલાકાતે આવે છે. દશમના દિવસે જે દંપતીઓને રામદેવજીના આશીર્વાદથી સંતાનપ્રાપ્તિ થઈ હતી, તેમણે પોતાના બાળકોની તુલા વિધિ કરાઈ હતી. જેમાં સાકર, ગોળ, ફ્ળો અને અન્ય દ્રવ્યોનો ઉપયોગ કરીને બાળકોને તોલવામાં આવે છે. આ પ્રસંગે ભગવાન રામદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.


  • Follow us on: