દાહોદ ધર્મદાસ ગણના જૈન સંતશ્રી આચાયશ્રી ઉમેશ મુનીજી મ.સા.ના શિષ્ય દિલીપ મુનીજી મ.સા.નું લીમખેડા નજીક ગઈકાલે તા.25ના રોજ દેવલોક ગમન થયું હતું. જેની જાણ થતાં સંપૂર્ણ જૈન સમાજમાં શોક વ્યાપી ગયો હતો. ત્યારબાદ સાંજના 5 કલાકે લીમખેડાના સ્થાનક ભવનથી મુનીશ્રીની ડોલ યાત્રા ઢોલ નગારાના સથવારે કાઢવામાં આવી હતી. તેમાં ઘણી મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા.


દિલીપ મુનિજી મ.સા.નુ ગઈકાલે પિપલોદ ગામ પાસે દેવલોક ગમન થયું હતું. તે વેળા તેમની સાથે શ્રી ચંદ્રેશમુનિજી મ.સા. પાછળ ચાલતા હતા, અચાનક તે અસ્વસ્થ થવા લાગ્યા અને ઢળી પડતાં પહેલા ચંદ્રેશમુનિજી મહારાજ સા. તેમને પકડી લીધા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા પિપલોદ ગામ પાસેથી તેમને પરત લીમખેડા લઈને આવ્યા અને જૈન સ્થાનક ભવન ખાતે તેમને બેઠક આપવામાં આવી હતી. ડોલયાત્રા લીમખેડાના રાજમાર્ગો ઉપર ફરી હતી.


  • Follow us on: