દાહોદ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલના ભાગ રૂપે વિદ્યા સહાયક ભરતી-2024/25 અંતર્ગત ધોરણ 1 થી 5 માટે સ્થળ પસંદગી કેમ્પ આજરોજ તા. 17 જુલાઈ ગુરુવારે BRC ભવન દાહોદ ખાતે યોજાયો હતો. જિલ્લામાં ઉપલબ્ધ કુલ 375 જગ્યાઓ માટે મેરિટના આધારે પસંદ થયેલા ઉમેદવારોને શાળાની પસંદગી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


વિવિધ તાલુકાવાર 375 જગ્યાઓ માટે આ કાર્યક્રમમાં ઉમેદવારો દ્વારા મેરિટ ક્રમ અનુસાર શાળાની પસંદગી કરી હતી. સમગ્ર પ્રક્રિયા શિસ્તપૂર્ણ અને પારદર્શી રીતે સંપન્ન થઈ હતી.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતસિંહ બારીયા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી રામેશ્વર ગડરિયા, તમામ તાલુકાઓના TPEO, શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય રાજેશભાઈ મુનીયા, તેમજ શિક્ષક સંગઠનોમાંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદના અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, મહામંત્રી જનકભાઈ પટેલ અને પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદના પ્રમુખ સુરતાનભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભરતી કમિટિના સભ્યો, BRC અને CRC કોઓર્ડિનેટર્સ તથા તાલુકા સ્તરના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.


  • Follow us on: