દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ પગાર વધારાની માંગણી, કાયમી વિવિધ પડતર પ્રશ્નો મામલે દાહોદમાં ગુજરાત જનરલ એસોસીએશન દ્વારા રેલી કાઢી આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદમાં ગતરોજ ગુજરાત જનરલ કામદાર એસોસીએશન દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે હાથમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢી હતી. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જેવા કે, આશા ફેસીલીટર, આશા વર્કર તથા સ્ત્ર્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા દશ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં હોવા છતાં જેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરાવવામાં આવે છે જેથી આવા કર્મચારીઓને પગાર વાધારો, લઘુત્તમ વેતન, કાયમી કરો તથા ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરાવવા આવેદન આપવામાં આવ્યું હતું.










