દાહોદ એલસીબી પોલીસ જેસાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વખતે બાવકાના માતા રોડ પર મંદિર પાસે એક ઈસમ શંકાસ્પદ જણાતાં તેને પકડી તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસની પુછપરછમાં તેણે પોતાનુ નામ ભગુ મડુભાઈ પલાસ હોવાનું અને ગરબાડા તાલુકાના માતવા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ પિસ્ટલ તેનો મરણ ગયેલ ભાઈ દિનેશ પલાસ ક્યાંકથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી પિસ્ટલ કબજે લઈ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે જેસાવાડા પોલીસને સુપરત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



  • Follow us on: