દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનની છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યા પછી પણ ન સંતોષાતા આજે દાહોદ જિલ્લાના જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્રઆપી નવેમ્બર-2025 માસ માટે જથ્થાના ચલન નહી ભરવા તથા 1 નવેમ્બર 2025થી વિતરણથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.
દાહોદ જિલ્લા એફ.પી. એસ. મંડળ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદન પત્રમા, રાજય એસોસિયન દ્વારા ગુજરાત સરકાર ના પુરવઠા મંત્રીને અને સબંધિત અધિકારીઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરાઇ છે. જેમાં કમિશન દરમાં વધારો, ઈ-પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સીંગલ ફ્ગિર પ્રિન્ટ દ્વારા બે બીલ અને સમિતિના 80 ટકા બાયોમેટ્રિક વેરીફીકેશન નો પરિપત્ર રદ કરવાં સમયસર કમીશનની ચુકવણી, અને ટેકનીકલ તથા વહીવટ પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણી ઓનો સમાવેશ થાય છે. આટલા લાંબા સમય કરેલી રજુઆતો છતાં અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુતર મળેલી નથી. આથી ગુજરાત રાજ્યન બેન્ને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએસન દ્વારા સયુંકત રીતે નિર્ણય લેવાયો છે કે, આમારી પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ના છુટકે ગાંધી ચિંન્ધ્યા માર્ગે આદોલન કરવું પડશે. આ નિર્ણયના ભાગરૂપે અમે નવેમ્બેર-25 માસનાં જથ્થાનો ચલન નહી ભરવા અને તા.1 નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રેહવા જઈ રહ્યાં છીએ આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આવેદન પત્ર દ્વારા કરાઇ રહી છે. વધુમાં જણાવ્યા અનુસાર, ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે આ ગંભીર બાતત ધ્યાને લઈ, આ આવેદનપત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારનાં સબંધિત વિભાગો સુધીનાં પ્રશ્નો સરકારને પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.










