શિયાળો શરીર ની તંદુરસ્તી જાળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ત્યારે દાહોદમાં પણ મોર્નિંગ વોક અને કસરતની મોસમપુર બહારમાં ખીલી છે . એક સમયે શહેરમાં અખાડાઓ બારેમાસ ધમધમતા હતા ત્યારે હવે ત્યાં કોઈ ફરકતું નથી બીજી તરફ મોંઘા દાટ જીમમાં યુવક યુવતીઓને મહિલાઓ હજારો રૂપિયા ખર્ચને તંદુરસ્તી જાળવવા તલ્લીન થયા છે.
પહેલું સુખ તે જાતે નર્યા અર્થાત રોગ વિનાનો તંદુરસ્ત શરીર આજનાઅને ફાસ્ટ ફૂડના યુગમાં અસર તોલન આહાર અને ભૌતિકતા ની દોડમાં માનવી પોતાના શરીર તરફ બેધ્યાન બની ગયો છે, તેને કારણે અનેક રોગોનો ભોગ બનતા લોકો હવે દવાના સહારે જીવવા મજબૂર છે. ત્યારે શિયાળામાં તંદુરસ્તી પ્રાપ્ત કરવા વહેલી સવારે ચાલવા દોડવા કે સાયકલિંગ કરતા દાહોદવાસીઓ શહેરમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં હવે જેમની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં અત્યાધુનિક સાધનો અને ટ્રેનરો પણ ઉપલબ્ધ હોવાથી જુવાની આવો six pack બનાવવા તેમજ યુવતીઓ ફ્ગિર મેન્ટેન રાખવા માટે જીમમાં ઉમટી રહ્યા છે. જીમ જોઈન્ટ કરો એટલે ડાયટ પણ તે પ્રમાણે લેવાનું અને પ્રોટીન ખાવાનું ને પીવાની પડોજણ હોય છે. ત્યારે વર્ષો પહેલા દાહોદ શહેરમાં શરીરની તંદુરસ્તી જાળવવા અખાડા ચાલતા હતા, જ્યાં યુવાનો અને પુરુષો દંડ પીલવા તેમજ કસરતથી માંડી કુસ્તી કરવા જતા હતા તે પણ શિયાળા પૂરતા જ સીમિત ન હતા પરંતુ બારેમાસ અખાડાઓમાં કસરતબાજોની ચહલ પહલ રહેતી હતી.










