દાહોદ શહેરમાં આવેલ પારસી કોલોનીમાં ગણેશ પંડાલ ઓપરેશન સિંદુરના ડેકોરેશને શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. પારસી કોલોનીમાં ઉભું કરેલ ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલમાં દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો તેનું સચિત્ર ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીં મુખ્ય ગેટ પરથી જ આપણને દેશ ભક્તિના દર્શન થાય છે.


અંદર ગયા પછી પ્રથમ આપણે ઓપરેશન સિંદૂર અને થયેલ હુમલાની યાદ આવી જાય છે. અહીંના યુવક મંડળએ ડોક્યુમેન્ટરી પણ પ્રસ્તુત કરી છે. જે જાણે આપણી નજર સમક્ષ ઘટના ઘટી રહી હોવાનો ભાવ રજૂ કરે છે. જેને નિહાળનાર સૌ કોઈ ભાવુક થઇ જાય. ચારેબાજુ આર્મી જવાનો, અને તોપ નજરે ચઢે છે. આપણા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આપણો નજરીયો સન્માન પૂર્વક નમી જાય છે.


  • Follow us on: