દાહોદના ચાકલિયા રોડ સ્થિત અંડર બ્રિજ ઉપર કવર શેડની કામગીરી શરૂ થતા 3 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી રસ્તો બંધ રહેતા દિવાળીના તહેવારોમાં અવરજવર કરવા મોદી રોડ તથા આજુબાજુના ગામડાઓમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
અંડર બ્રિજ ઉપર કવર શેડની કામગીરી કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્રીજી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. અંડર બ્રિજ બંધ થવાના કારણે જીઆઇડીસી અને તે તરફ્ના ગામડા તેમજ ગોદી રોડના નાગરિકોને દિવાળીના તહેવારોના સમય દાહોદમાં આવવા જવા માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડશેદાહોદ શહેરમાં આવવા માટે ઝાલોદ રોડ ઉપર આવેલ ઓવર બ્રિજ નો ઉપયોગ કરવો પડશે પરંતુ આ વિસ્તારનો તમામ ટ્રાફ્કિ ઝાલોદ રોડ બ્રિજ ઉપરથી જ અવર-જવર કરતા ભારે ટ્રાફ્કિ જામ સર્જાશે જેના કારણે લોકોને ખૂબ હાર્ડમારી પડશે. દિવાળીના આવા મોટા તહેવાર સમયે રસ્તો બંધ થતા 24 કલાક ટ્રાફ્કિ ધમધમતા ગોદી રોડ ઉપર ટ્રાફ્કિ નું ભારાણ વધી જશે તેના કારણે લોકોએ ચાકલિયા રોડ સ્થિત ઉપર ઓવર શેડ બનાવવાનું કામ દિવાળી તહેવાર ટાણે બંધ રાખવાની રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું.










