દેવગઢબારીઆ નગરમા વર્ષ 1919 માં નિર્મિત સ્ટેટ સમયનું ઐતિહાસિક ટાવર લાંબા સમયથી બંધ હતું. જેને પાલિકા દ્વારા રિપેર કરી ફરી કાર્યરત કરાયું છે. જે પુનઃ ચાલુ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ, રાજપરિવારના રાજમાતા ઉર્વશીદેવીજી અને ગજવિજય બાબા ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા અને નગરજનોની ભાગીદારી સાથે કાર્યક્રમ યોજાયો હતો. ટાવર માત્ર એક ઈમારત નથી, આ નગરની ઓળખ અને પૂર્વજોના વારસાનું પ્રતિક હોવાનું જણાવ્યું હતું. છે. ઘણા સમયથી બંધ પડેલા ટાવરના ડંકા ફરી વાગતાં સમગ્ર નગરમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.



  • Follow us on: