દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા સિંગવડ તાલુકાના જી.એલ શેઠ હાઇસ્કુલના પટાંગણમાં યોજાઈ હતી. જે શેઠ હાઈસ્કૂલથી નગરના ઉપરવાસ બજાર થઈ ભમરેચી માતા મંદિરે સમાપન કરાઈ હતી. જેમાં નગરજનો પદાધિકારી અધિકારી ગણ સહિત શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે દેશના દરેક નાગરિકમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાનો ભાવ આવશ્યક છે. તેમણે સરદાર પટેલના અખંડ ભારત નિર્માણના યોગદાનને યાદ કરતાં સૌને જીવનમાં સ્વદેશી વસ્તુઓનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો.પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, પપ્પુભાઈ જૈન, કિસાન મોરચાના રમેશભાઈ ગારી, પ્રાંત અધિકારી લીમખેડા, પૂર્વ ધારાસભ્ય વિજયાભાઈ ભુરીયા સહિત તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો, સિંગવડના સરપંચો, નગરજનો જોડાયા હતાં.


  • Follow us on: