દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન લોન્ચ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ 13 વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજયના 21 જિલ્લાઓના 102 તાલુકાઓના 4265 ગામોના 66, 05, 912 આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે. આ અભિયાનને સફ્ળ બનાવવા માટે 15 જુન 2025 થી 30 જુન 2025 દરમ્યાન સુધી વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં મહિનાના ત્રીજા મંગળવારે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ દરમ્યાન બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.


જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણી સાથે આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણની દૈનિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ 2025-26 ના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોના વાલીઓને તેમજ અન્ય વાલીઓ, વડીલોને બાળકોના હાથે બનાવેલ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોમાંથી 100% બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે તે અર્થે બાળકોના વાલીઓને પરામર્શ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: