દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોને શરતી જામીન આપવામાં આવ્યા છે. કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે. મંત્રીના બન્ને પુત્રો, APOને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. 73 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી. ધાનપુર, દેવગઢ બારીયામાં મનરેગા કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી.
મંત્રી બચુ ખાબડના પુત્રોને શરતી જામીન
આ ઘટનામાં મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી. જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા તેમનો નાનો પુત્ર કિરણ ખાબડ ફરાર હતો. હવે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના બંને પુત્રો સહિત તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ, એપીઓ દીલિપ ચૌહાણ અને ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને પુત્રો કૌભાંડમાં પકડાયા બાદ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગ કરવામાં આવી હતી.
મનરેગા યોજના શું છે
આ મનરેગા યોજનાની યોજનાની વાત કરીએ તો ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર હેઠળ આ યોજના કામ કરે છે, આ યોજનામાં ઓછામાં ઓછા 100 દિવસની વેતન રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા વધારવાનો છે, આ યોજનામાં 365 દિવસથી 100 દિવસ રોજગારી આપવાની વાત છે.









