ગાંધીના ગુજરાતમાં દારૂનું જોરદાર વેચાણ થઈ રહ્યું છે. પાટણમાં વરસાદની સાથે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. પાટણમાં બુટલગેર બેખોફ બની દારૂનું વેચાણ કરી રહ્યા છે. સમી શહેરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ થયાનો કિસ્સો સામે આવ્યો છે. કોઈ ટ્રક કે ગાડીમાં નહીં પરંતુ બેખોફ બુટલેગર એકટિવા પર દારૂની ડિલીવરી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
સમી શહેરમાં બુટલેગર વેચાણ કરતા બોલી રહ્યો છે. તે વાયરલ વીડિયોમાં સંભળાય છે. સામે આવેલ વાયરલ વીડિયોમાં મહેશ નામનો બુટલેગર એક્ટિવા પર દારૂની ડીલેવરી કરતા ગ્રાહકને બોલી રહ્યો છે કે તમારે કોઈનો ડર રાખવો નહીં. આપણી પાસે વિદેશી દારૂની બ્રાન્ડ પણ છે અને દેશી માલનું પણ વેચાણ કરીએ છીએ. આર એસ હોલનો ભાવ 1000 હજાર અને કોટરનો ભાવ 250 રૂપિયા છે. ગ્રાહકને જ્યારે બુટલેગર દારુનું વેચાણ કરતો હોય છે ત્યારે તેને પૂછે છે કે આ માલને લઈ જવામાં તકલીફ નહીં પડે ને ?










