દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર, ખાનગી લક્ઝરી બસ અને એક ક્રુઝર ગાડી વચ્ચે ટક્કર થતાં લગ્નમાં જઈ રહેલા અંદાજે 15 થી 20 લોકો ઘાયલ થયા છે.
પંચમુખી હનુમાન મંદિર પાસે અકસ્માત
આ ત્રિપલ અકસ્માત લીમખેડા નજીક આવેલા પંચમુખી હનુમાન મંદિર પાસે નેશનલ હાઇવે પર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, માલ ભરેલું એક ડમ્પર રોડ પર ઊભું હતું. આ ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. આ બાદ પાછળ આવી રહેલી ક્રુઝર ગાડી પણ આ બંને વાહનો સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.










