યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના સેવકનો માતાજીના ભૂવાજીની જેમ ધૂણતો વીડિયો વાયરલ થતાં સૌ વૈષ્ણવ લોકો આૃર્ય પામી ગયા હતા. પોતાની ઓળખ પોલીસના ગોર તરીકે આપનાર ધૂણતો સેવક કહે છે તે મેં એક પીએસઆઇનું કામ કર્યું છે તે અત્યારે ખૂબ સુખ શાંતિ રહે છે અને મેં તો આ પીએસઆઇને ડીજીપી સ્કવોર્ડમાં મૂકવાની વાત કરી હતી જયાં મહિને 50 લાખ કમાત પણ એની તાકાત ન હતી તેમ સેવક ધૂણતા બોલે છે. યાત્રાધામ ડાકોરમાં નગર પાલિકા રોડ પર રહેતા અને ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી વિષ્ણુપ્રસાદ સેવકનો માતાજીના ભૂવાની જેમ ધૂણતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.આ સેવક વિષ્ણુપ્રસાદ પોતાના ઘરે ધૂણતા ધૂણતા તેમની સામે બેઠેલા લોકોને કહે છે કે મેં અનેક લોકોના કામ કર્યા છે. મેં એક પીએસઆઇનું કામ કર્યું હતું તે અત્યારે ખૂબ શાંતિ થી રહે છે. આ પીએસઆઇને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યા હતો તેમજ આ સેવક પોતાની ઓળખ પોલીસના ગોર તરીકે આપે છે. તેઓ મંદિરમાં દર્શનાર્થે આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને સેવા પૂજા કરાવે છે. ફાગણી પૂર્ણિમાના દિવસે મંદિરમાં શિખર ઉપર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચઢાવવામાં આવતી ધજાનું પણ આ સેવક દ્વારા કરવામાં આવે છે. જેને લઇને આ સેવકની પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સારી ઓળખાણ પણ ધરાવતાં હોવાથી બદલી જેવા કામ કરવાની ડંફાસો પણ મારે છે તેવુ ચર્ચાઇ રહ્યું છે. આ વિષ્ણુપ્રસાદ સેવકે થોડા વર્ષ પહેલા કોઇ બાબતે મંદિરના મેનેજર સાથે બબાલ કરી હતી તેમ પણ જાણવા મળેલ છે. સેવકના ધૂણતા વિડિયો વાયરલને લઇને નગરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.



  • Follow us on: