તાલુકા મથક ઠાસરાને જોડતો વેજવાલ, ઉનાડિયાથી ગોરજ ગામ તરફના માર્ગ છેલ્લાં કેટલાક દિવસોથી સાવ બિસ્માર બની જતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. 15 ગામોની પ્રજાની અવરજવરના માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જવાની સાથે હાલ વરસાદી પાણી ભરાઈ જતા જોખમી સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંય રાત્રિના સુમારે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી રોડની કાયાપલટ કરવો ગોરજ સહિતના ગ્રામ્ય વિસ્તારોની પ્રજા દ્વારા રજૂઆત કરવા છતાંય સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઠાસરા અને ડાકોર ખાતે ખરીદી સહિતના કામકાજ અર્થે આવતી ગ્રામ્ય પ્રજાને હાલ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં રોડ પરના ખાડા વહેલી તકે નહીં પુરવામાં આવે તો ગ્રામજનોએ અનશન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.



  • Follow us on: