ડાકોર નગરના વોર્ડ નં. 4 અને 5માં છેલ્લાં ચાર પાંચ દિવસથી પાણી વિતરણ બંધ થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેમજ પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ડાકોર નગરપાલિકાનો વહીવટ સાવ ખાડે ગયો હોય તેમ નગરજનોને પાયાની સુવિદ્યાઓથી પણ વંચિત રહેવું પડી રહ્યું છે. નગરના વોર્ડ નં. 4 અને 5માં છેલ્લાં ચાર પાંચ દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતું હોય સ્થાનિકોની હાલત અત્યંત કફોડી બની છે. એટલું જ નહીં સવારે ગૃહિણીઓને ઘરના કામકાજ છોડીને પીવાનું અને ઘરવપરાશનું પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડી રહી છે. એટલું જ નહીં શાળાએ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પણ સવારે ભણવાની જગ્યાએ પાણી ભરવા માટે દોડધામ કરવી પડી રહી છે. ત્યારે સદર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો બંને વોર્ડના રહીશોએ છેવટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી









