બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા ડીસાના ધાનેરા રોડ ઉપર આખોલ ગામ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલ એક કેરી ટેમ્પો તેમજ એક ઓટો રીક્ષા રોકાવી તેમાં તલાસી કરતા બંને વાહનોના ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂ ભરેલો મળી આવે ક્યાંથી પોલીસે બંને વાહનોને કબજે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવી બંને વાહનોની તલાસી લેતા વિદેશી દારૂની 294 બોટલ જેની કિં.રૂ.1,12,648 તેમજ બંને વાહનો અને મોબાઈલ મળી રૂ.2,10,000 આમ કુલ રૂ.3,22,648 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રવીણ મહોન બિશ્રનોઈ રહે સાતરૂં રાણીવાડા રાજસ્થાન તેમજ ઓમપ્રકાશ મોહન બિશ્રનોઈ રહે મોખાતરા રાણીવાડા રાજસ્થાનને ઝડપી જેલ હવાલે કરેલ. જ્યારે માલ ભરાવનાર શિશુપાલ રાજુરામ બિશ્રનોઈ રહે મોખાતરા રાણીવાડા રાજસ્થાન વાળા અને માલ અમદાવાદ ખાતે આપનાર હોઈ તેની સામે ડીસા રૂલર પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









