બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં અત્યારે ખેડૂતો માટે બટાટાની ખેતી જ રોવડાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડીસામાં બટાટાનું વાવેતર વધ્યું હોવા છતાં ભાવો ન મળતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે.


બનાસકાંઠા જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાની ખેતીમાં વધારો થતા અત્યારે ખેડૂતોને ખાવાના બટાકામાં ભાવ મળતો નથી. જેના કારણે અત્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેતી ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટાની ખેતી આ વખતે બેહાલ કરી દીધા છે.

છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં ખેડૂતોને બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફળી પણ હતી. પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ તેમના દ્વારા ઉત્પાદિત થયેલા બટાટાને ખુલ્લા બજારમાં વેચવા માંડતા બજારમાં બટાટાનો પુરવઠો વધી જતા પરંપરાગત બટાટાની ખેતી કરતા ખેડૂતોના બટાટાની માંગ ઘટતા ખેડૂતોને તેમના બટાટાના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. જેને લઈ ખેડૂતોને એક સમયે ખણખણીયા કરાવતી બટાટાની ખેતી હવે ઓછા ભાવોના લીધે રડાવી રહી છે. ઊંચા ભાવના બિયારણો અને ખાતર ખરીદીને બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાની ખેતી કરતા ખેડૂતોની આ અવદશા પાછળ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા હોવાનું જણાવી રહી છે.


  • Follow us on: