ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક ગણાતા અમદાવાદ-ધોલેરા-ભાવનગર એક્સપ્રેસ હાઈવે આગામી 12 અથવા 15 ડિસેમ્બરે સત્તાવાર રીતે જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાવાનો સંકેત મળી રહ્યો છે. હાઈવેનું કાર્ય ફિનિશિંગ તબક્કા માં પ્રવેશી ગયું છે અને આખા માર્ગને અંતિમ ક્ષ્ઓપખ્ આપવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ આગામી ડિસેમ્બર માસ ની 12 કે 15 તારીખે આ માર્ગ ને સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવામાં આવે તેવી તૈયારીઓ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે.રાજ્ય સરકાર અને હાઈવે ઓથોરિટી તથા રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે હાઈવેના તમામ વિભાગોમાં આ કાર્ય ની પૂર્ણતા માટે આખરી તૈયારીઓ ને વેગ આપ્યો છે. અને આવા જાહી ના અંતિમ તબક્કાના કામને સ્પીડ અપ કરવા ખાસ મોનીટરીંગ શરૂ કર્યું છે. આ હાઈવે અમદાવાદને ધોલેરા SIR, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ભાવનગર પોર્ટ સાથે સુપરફાસ્ટ માર્ગ દ્વારા જોડે છે. આ હાઈવે શરૂ થતા હાઈવે ખુલતા અમદાવાદથી ધોલેરા માત્ર 55-60 મિનિટ માં પહોંચી શકાશે.જ્યારે અમદાવાદ થી ભાવનગર સુધી ની મુસાફ્રીમાં માત્ર 2-2.5 કલાક સમય લાગશે.ધોળેરા SIRમાં આવતા ઔદ્યોગિક ઝોન, સ્માર્ટ-સિટી વિસ્તરણ અને ગ્રીનફીલ્ડ એરપોર્ટને આ માર્ગ સીધી લાઈફ્લાઈન બની રહેશે. ભાવનગર પોર્ટ, અલંગ શિપયાર્ડ અને પિપાવાવ કનેક્ટિવિટી માટે આ હાઈવે ઝડપી લોજિસ્ટિક્સ રૂટ સાબિત થશે.હાઈવે ઓથોરિટી દ્વારા અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવું અનુમાન છે. હાઈવેના તમામ વિભાગોમાં હાલમાં શ્ફુંલ ફિનિશિંગ રાઉન્ડખ્ ચાલી રહ્યો છે, જેથી હાઈવેને સમયસર અને સલામત રીતે લોકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે.આ સાથે, રાજ્યના વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને આ હાઈવે મોટો વેગ આપશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.



  • Follow us on: