ધંધુકા તાલુકા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસ નિમિત્તે ધંધુકા તાલુકાના રંગપુર ગામે વિજયાદશમી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સંઘના શતાબ્દી વર્ષના આરંભ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા ધ્વજ સાથે પથ સંચલન કરવામાં આવ્યું,


જેમાં ગ્રામજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દીપકબાપુ અને મુખ્ય વક્તા દીપકભાઈ જાનીની ઉપસ્થિતિમાં પરંપરાગત શસ્ત્ર્રપૂજન તથા સ્વયંસેવકો દ્વારા શારીરિક પ્રાત્યક્ષિકોનું પ્રદર્શન થયું.


  • Follow us on: