અરવલ્લીની ડુંગરમાળાઓના ઉપરવાસના કેચમેન્ટ એરિયામાંથી ધરોઈ જળાશયમાં 1,446 ક્યુસેક પાણી ઉમેરાઈ રહ્યું છે.


ડેમમાં પાણી સમાવવાની મહત્તમ સપાટી 622 ફૂટ સામે વર્તમાન સપાટી 617.59 ફૂટે પહોંચી છે. ધરોઈ જળાશયની ક્ષમતા 813.14 મિલિયન ઘનમીટર છે. જેની સામે પાણીનો વર્તમાન જથ્થો 677.95 મિલિયન ઘનમીટર છે. 1,446 ક્યુસેક પાણીની આવક સામે જળાશયમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભયજનક સપાટીથી માત્ર પ ફૂટ બાકી હોવાથી 4 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે. ધરોઈ ડેમમાં 83.37 ટકા જળ પુરવઠો એકત્રિત થયો છે. અરવલ્લીની ડુંગરમાળાઓમાં અતિભારે વરસાદ થવાથી આવક 1,446 ક્યુસેક આવક થઈ રહી છે. જેની સામે 300 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ છે. ધરોઈ જળાશયના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા સતલાસણા તાલુકામાં 88.74 ટકા અને ખેરાલુ તાલુકામાં 7પ.1ર ટકા મોસમનો વરસાદ નોંધાયો છે. અરવલ્લી ડુંગરમાળાના ઉપરવાસમાં અતિભારે વરસાદ થાય અને કેચમેન્ટ એરિયામાંથી પાણીની મબલખ આવક થાય તો જ ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે તેમ છે.


  • Follow us on: