અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આકાશમાં વાદળોની ઘેરાબંધી વચ્ચે મેઘરાજા મન મુકીને ન વરસાદ ખેડૂતોમાં ઉચાટની લાગણી પ્રસરી છે. ત્યારે ગુરુવારે જિલ્લાના તાલુકા મથક ધોળકા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તડકાભર્યા વાતાવરણ બાદ બપોરે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ ખાબક્યું હતું. એથી શહેરમાં ઠંડક પ્રસરતા ગરમી અને ભેજથી પરેશાન લોકોએ આંશિક રાહતનો અનુભવ કર્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ નમતી બપોરે ઝરમર વરસાદ થયો હતો.

Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે









