ધોળકાના પુલેન સર્કલ ખાતે આવેલ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ એસ.જી.એફ્.આઈ. એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર સફ્ળતા મેળવી શાળાનું નામ ગૌરવથી ઉજળું કર્યું છે. વિવિધ કક્ષાની દોડ અને ફ્લ્ડિ ઇવેન્ટ્સમાં ખેલાડીઓએ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવી પોતાના કૌશલ્યનો પરિચય આપ્યો હતો. છોકરીઓ વિભાગમાં શ્લોકા રાહુલભાઈ પટેલે 3000 મીટર (u-17) માં પ્રથમ, જિયા ભાવિકકુમાર પટેલે 600 મીટર (u-14) માં પ્રથમ, રાગીની રાજુભાઈ રાજપૂતે 400 મીટર (u-14) માં દ્વિતીય, મધુરા રાહુલ દેઓરેએ ડિસ્કસ થ્રો (u-14) માં તૃતીય તેમજ શગૂન અલ્પેશભાઈ પટેલે 200 મીટર (u-17) માં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. છોકરાઓ વિભાગમાં જૈનિલ મનિષભાઈ ચૌહાણે 600 મીટર (u-14) માં પ્રથમ, મોક્ષ રાજેન્દ્ર પરમારે 3000 મીટર (u-17) માં પ્રથમ, ભવ્ય પિયુષભાઈ શાહે 100 મીટર (u-17) માં પ્રથમ તથા સ્પર્શ સુરેશભાઈ અલગોતરે 3000 મીટર (u-19) માં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ, કોચ તથા વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.



  • Follow us on: