ધોળકા રૂરલ પોલીસના સ્ટાફ્ને બાતમી મળી હતી કે એક ટેમ્પી સરખેજથી ચલોડા બાજુ આવે છે અને તેમાં ગેરકાયદેસર રીતે નશાકારક કફ્ સીરપની બોટલનો જથ્થો ભરેલ છે. વાહન ચલોડા થઈ સરોડા પસાર થનાર છે. એથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ટેમ્પી નં. GJ-02-ZZ-3518 રોકી તેની તપાસ કરતા અંદરથી વિન્રોફ્-ટી કંપનીની કફ્સીરપની કુલ 2,600 બોટલ મળી આવી હતી. આ બધી બોટલોમાં કોડેઈન ફેસ્ફેટ નામનું નશાકારક તત્વ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કુલ કિંમત રૂ.4,60,200નો કફ સિરપનો જથ્થો કબજે કર્યો છે. તેમજ પોલીસે ટેમ્પી, બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ પોલીસે કુલ રૂ.5,70,200ના મુદ્દામાલસાથે પ્રભુભાઈ મહેન્દ્રભાઈ નાઈ(ઉંમર 27, રહે. સિદ્ધપુર, જિ. પાટણ), અજયભાઈ દેવાભાઈ કાંગસિયા (ઉંમર 23, રહે. ધોળકા, જિ. અમદાવાદ)ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કફ્સીરપનો જથ્થો પાટણના પારસભાઈ ઉર્ફે લાલાભાઈ તથા અમદાવાદના કેપી મારફ્તે લાવવામાં આવ્યો હતો. આ બંને આરોપી હાલ ફરાર હોય શોધખોળ કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.



  • Follow us on: