ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી તાજેતરમાં છોડાયું છે. ત્યારબાદ અમદાવાદના વાસણા બેરેજના 25થી વધારે દરવાજા ખોલી દેવાતા સાબરમતી નદી હાલ બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ છે. ત્યારે સાબરમતીના ધસમસતા પાણી ધોળકા તાલુકા ગ્રામ્યના નિચાણના વિસ્તારોમાં ફરી વળતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. ધોળકાના સરોડા-અમદાવાદ મુખ્ય માર્ગ પર નવાપુરા, કાકજ, પાલડી ગામ પાસે સાબરમતી નદીના પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો હતો. ધોળકા રૂરલ પોલીસે ચંડીસર ગામ પાસે હાઇવે પર બેરીકેટ મૂકી વાહન વ્યવહારને ચંડીસરથી ચલોડા થઈ અમદાવાદ તરફ્ ડાયવર્ટ કર્યો હતો. ત્યારે અસલાલી પોલીસે પણ કાંકજ પાલડી તરફ્ હાઈવે પર બેરીકેટ મૂકી હાઇવે બંધ કર્યો હતો. તંત્ર દ્વારા ગામજનોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. ત્યારે બીજી તરફ્ સરોડા સીમ વિસ્તારમાં પશુ લેવા ગયેલા બે લોકો ફ્સાતા ફાયરબ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરાયું હતું. સદર ઘટનાની જાણ થતા ધોળકા મામલતદાર, ટીડીઓ, સ્થાનિક પોલીસ, સરોડા ગ્રામ પંચાયત તથા પાલિકાની ફાયર ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી બે કલાકની ભારે જહેમત બાદ પાર પાડી હતી. હતી. હાલ નદીના વધેલા પ્રવાહને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિથી ચિંતાની લાગણી પ્રસરી છે.

Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે









