કવિ દાદ બાપુની રચનાની એક પંક્તિ કે *શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે* સૌરાષ્ટ્રની ભૂમિ સંત શુરા અને દાતારની ભૂમિ તરીકે ઓળખાય છે. આવી જ વાત ધોરાજીમાં સામે આવી છે. અહીં એક વર્ષ દરમિયાન ભંગાર વીણીને સામાન્ય રકમ કમાતા પ્રૌઢ દરવર્ષે ભુલકા ગરબીમાં 50 હજારનો ફાળો આપે છે.


નવરાત્રિ દરમિયાન ભૂલકા ગરબીમાં દાન આપે છે, પ્રતિષ્ઠાની મહેચ્છા વિના દાન આપીને પોતાનું કર્તવ્ય સમજતા આ સામાન્ય માણસ સમાજ માટે પ્રેરણાદાય દ્રષ્ટાંત પૂરું પાડે છે. ધોરાજીના એક સામાન્ય માણસ જે રસ્તા પરનો કચરો વીણી પોતાનું જીવન ગુજારે છે અને એકલવાયું જીવન જીવતા આધેડ ધીરજલાલ વીરજીભાઈ નારીયા શહેરની ભૂલકા ગરબીમાં સ્વેચ્છાએ કાર્યકર તરીકે સેવા બજાવે છે નાના મોટા મહેનતના કામ કરવા ઉપરાંત તેઓ આર્થિક દાન પણ કરે છે.

ભૂલકા ગરબીના હરિલાલ અંટાળાએ જણાવ્યું કે થોડા વર્ષ પૂર્વે કાર્યકર તરીકે જોડાયેલા ધીરજલાલએ જ્યારે ફાળો આપવાનો આગ્રહ કર્યો ત્યારે ગરબી મંડળના સંચાલકોને ક્ષોભ થતો હતો. પરંતુ ધીરજલાલ ફાળો આપવા ગરબી મંડળએ ફાળો સ્વીકાર્યો હતો. પ્રતિ વર્ષ પચાસ હજારથી ઉપરનો ફાળો આપી છેલ્લા કેટલાક વર્ષોમાં બે લાખથી વધારે રકમનું દાન આપી ચૂકેલા ધીરજલાલ દાનની રકમની જાહેરાતમાં પોતાના નામની જગ્યા એ *માનો ગરબો* લખાવે છે. તેઓ નામની મહેચ્છા વગર અસામાન્ય યોગદાન આપી રહ્યા છે.


  • Follow us on: