ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની ઉંડ નદીમાંથી પાણીની આઠ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરતી ટોળકીને ઝડપી લેવામાં આવી છે. પોલીસે ટોળકીને ઝડપી લઈને રૂ.4.28 લાખની કિંમતની પાણીની મોટરો સહિતનો મુદામાલ કબજે કર્યો છે. વાંકીયા ગામની ઉંડ નદીમાં ખેડૂતોએ પાકમાં પીયત કરવા માટે પાણીની મોટરો રાખી હતી. જેની દશેક દિવસ પહેલા અજાણ્યા શખસો ચોરી કરી ગયાની 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.


ધ્રોલમાં ઊંડ નદીમાંથી પાણીની મોટર  ચોરી

આ ફરિયાદના આધારે પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. ચોરીમાં સંડોવાયેલા શખસો ટ્રેકટરની ટ્રોલીમાં ચોરાઉ પાણીની મોટરો સાથે ખારવા રોડ ઉપર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ટ્રેકટર નિકળતા વિશાલ કેશુભાઈ રાઠોડ, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ, પ્રભુદાસ ઉર્ફે બબુ નટુભાઈ રાઠોડ, અનીલ ઉર્ફે રાહુલ કેશુભાઇ રાઠોડને ઝડપી લીધા છે.

પોલીસે ટોળકીને ઝડપી લીધી

જામનગરના ધ્રોલમાં ઊંડ નદીમાંથી પાણીની મોટર અને પાઇપલાઇન ચોરી થઈ હોવાની ઘટના બની હતી. ચોરીના આ બનાવ અંગે એક ખેડૂત ભાવેશ પ્રેમજીભાઈ ગડારાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ટોળકીને ઝડપી લઈને રૂ.4.28 લાખની કિંમતની પાણીની મોટરો સહિતનો મુદામાલ કબજે કર્યો છે.


  • Follow us on: