ગુજરાતમાં આજે રાજનીતિમાં બદલાવ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની રચના થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાજપના સક્રિય નેતા ડૉ. જયરામ ગામિતને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ડો.જયરામ ગામિતે નવા મંત્રી તરિકે શપથ લીધા.
આદિવાસી સમાજના અગ્રણી નેતા
ડોક્ટર જયરામ ગામીત તાપી જિલ્લામાં અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામત નિઝર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) સમુદાય માટે આરક્ષિત છે, અને તેઓ આદિવાસી સમાજના એક અગ્રણી નેતા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી હતી . રાજકારણમાં ડોકટર જયરામ લાંબા સમયથી સક્રિય છે.










