દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે એકદમ જીર્ણ હાલતમાં આવી ગયું છે.આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવી જરૂરી છે.


દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહતા ધરાવતું હોય ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવિષ્ટ છે.અહીં આવેલ મંદિરના અદભુત શીલ્પ સ્થાપત્ય જોવા મળતું હોય યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શીલ્પ સ્થાપત્ય નિશાનવાળી અભિભૂત થતા હોય છે. કમનસીબે દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીના કારણે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલ શિલ્પ સ્થાપત્યનો ખજાનો,પથ્થરો ખવાઈ જવાને કારણે જીર્ણ થતો જાય છે.


  • Follow us on: