ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા (Jam Khambhalia) ખાતે છેલ્લા 30 દિવસ (30 Days) થી ચાલી રહેલી સફાઈ કામદારો (Sanitation Workers) ની હડતાળનો અંતે સુખદ અંત આવ્યો છે. પોતાની વિવિધ પડતર માંગણીઓ અને નવા સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કામદારો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો અને તેઓ નગરપાલિકા કચેરી (Municipality Office) સામે ધરણાં પર બેઠા હતા. એક મહિનાથી ચાલતા આ આંદોલનના કારણે શહેરની સ્વચ્છતા પર પણ અસર પડી હતી, જે હવે સમેટાઈ જતાં તંત્ર અને નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ધારાસભ્ય મુળુભાઈ બેરાની મધ્યસ્થી બાદ ઉકેલ
ધારાસભ્ય મુળુભાઈ બેરા (MLA Mulubhai Bera) ની સક્રિય મધ્યસ્થી અને સમજાવટ બાદ આ સમગ્ર પ્રશ્નનો સકારાત્મક ઉકેલ આવ્યો છે. નગરપાલિકા દ્વારા અંદાજે 110 સફાઈ કામદારો (110 Sanitation Workers) ને રોજમદાર તરીકે રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં નવા સમાવાયેલા વોર્ડ (Newly Added Wards) સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે આ વધારાના કામદારોની નિમણૂંક કરવામાં આવશે, જેના માટે સખી મંડળો (Sakhi Mandals) ના માધ્યમથી સફાઈ કામદારો રાખવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
