નવલા નોરતાને શરુ થવાને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ગુજરાતી ગીત સંગીત ક્ષેત્રને ગર્વનો અનુભવ થાય તેવા સમાચાર આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ ગાયેલો ગરબો વિશ્વ વિખ્યાત ગ્રેમી એવોર્ડ્સમાં પહોંચ્યો છે.
ગરબાને ઉમેરવામાં આવે તેની વિચારણા માટે મોકલાયો
મળેલા સમાચાર મુજબ 68માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સની ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં સિંગર આદિત્ય ગઢવીએ ગાયેલા ગરબાને ઉમેરવામાં આવે તેની વિચારણા માટે મોકલાયો છે. આ ગરબો ગ્રેમી એવોર્ડ્સ સુધી પહોંચ્યો તે જ ગર્વની વાત છે. હવે તેનું નોમિનેશન થાય છે કે કેમ તે આગામી દિવસોમાં જાણવા મળી શકે છે













