ગત એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતાં. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતાં. આ હુમલા બાદ અમદાવાદમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે તવાઈ શરૂ કરાઈ હતી. પોલીસે આ લોકોને શોધી શોધીને તેમના દેશમાં ધકેલી દેવા કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદમાં અનેક વર્ષોથી ચંડોળામાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારી પણ ઝપેટે ચઢ્યો હતો અને તેના સામ્રાજ્યનો અંત આવી ગયો હતો.


દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરીને મીની બાંગ્લાદેશ ઉભુ કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યને ધ્વસ્ત કરી દેવાયું હતું. તંત્ર દ્વારા ચંડોળા તળાવમાં ઉભી કરાયેલી આખી ગેરકાયદે વસાહત પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ જગ્યામાં લલ્લા બિહારીએ પોતાનો બંગલો બનાવ્યો હતો જેને ગૂગલ મેપ પણ પકડી શકે એમ નહોતો. આ ઉપરાંત આ વસાહતમાં એવી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી. તંત્ર દ્વારા અહીં હજારો પોલીસના જવાનોના બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બે હજાર જેટલા બાંગ્લાદેશીઓના કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે 150 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. 1 લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

લલ્લા બિહારીએ ચંડોળામાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું

લલ્લા બિહારીએ ચંડોળામાં પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્પાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. આ ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો પણ ધંધો કરતો હતો. આ કાળી કમાણીથી તેણે ચંડોળા તળાવની ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ તૈયાર કર્યા હતાં. ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે બંગ્લા પણ ઘાસ પાથરી દીધું હતું. માત્ર આગળનો દરવાજો દેખાય તે રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો. લલ્લા બિહારી 200થી વધુ રિક્ષાઓનો માલિક હતો. રિક્ષાઓ ભાડે આપીને કમાણી કરતો હતો.લલ્લા બિહારીનો પુત્ર પણ ગુનેગાર છે. લલ્લા બિહારી 2018ના કેસમાં વોન્ટેડ છે. 2018માં પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. ખોટા ડોક્યુમેન્ટ કેસનો ગુનામાં ધરપકડ થઇ હતી.

લલ્લા બિહારી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતો

લલ્લા બિહારી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતો હતો. તે ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો પણ કરતો હતો. આટલા વર્ષોની કાળી કમાણીથી તેણે ઝુંપડપટ્ટીની વચ્ચે આલીશાન ફાર્મ હાઉસ અને બંગલો બનાવ્યો હતો. આ ઉપરાંત પ્લે ઝોન પણ બનાવ્યો હતો. આ વિસ્તારમાં ઝુંપડા બનાવીને બે લાખ રૂપિયામાં આપવામાં આવતા હતાં. લલ્લા બિહારીએ બાંગ્લાદેશીઓને ક્યાં રાખવા તેની યાદી બનાવી હોવાના દસ્તાવેજી પુરાવા અને ફાઈનાન્સ ઉઘરાવવાના પુરાવા પણ મળી આવ્યા હતાં. આ ઉપરાંત બાંગ્લાદેશથી લાવવામાં આવતા લોકોને ક્યાં રાખવા તેની યાદી પણ તેણે બનાવી હતી. પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં લલ્લા બિહારીને હાઈકોર્ટે શરતી જામીન પર જેલ મુક્ત કર્યો છે.


આ પણ વાંચોઃ Flashback 2025: 144 વર્ષ બાદ યોજાયેલો 2025નો મહાકુંભ મેળો ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સૌથી મોટો મહોત્સવ


  • Follow us on: