ગાંધીનગરમાં અનાથ દીકરીઓની છેડતી કરવાના ચકચારી કેસમાં અદાલતે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ગાંધીનગરની બીજી એડીશનલ સેશન્સ કોર્ટે પોક્સો કેસની સુનાવણી પૂર્ણ કરીને હોટલ સ્ટાફના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે બંને દોષિતોને રૂ. ૩ હજારનો દંડ પણ ફટકાર્યો છે, જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

દીકરીની છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર ગુનો

ગાંધીનગર ખાતે અનાથ દીકરીઓની છેડતીના બનેલા ગંભીર બનાવ અંગે પેથાપુર પોલીસ મથકમાં વર્ષ 2024માં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ફરિયાદમાં હોટલ સ્ટાફ દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર ગુનો સામે આવ્યો હતો.પોલીસે આ મામલે પોક્સો કાયદા હેઠળ કડક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન હોટલ સાથે સંકળાયેલા સ્ટાફ સામે ગુનાહિત ભૂમિકા ધ્યાને આવતાં પોલીસે આરોપીઓ સામે તપાસ આગળ વધારી હતી અને સમગ્ર કેસને અદાલતમાં રજૂ કર્યો હતો.ગાંધીનગરની બીજી એડીશનલ સેશન્સ કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી શરૂ થઈ હતી. 

પ્રત્યેકને રૂ.3 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો

અદાલતી કાર્યવાહી દરમિયાન પોક્સો હેઠળના આરોપો અને રજૂ થયેલા પુરાવાઓની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. સમગ્ર મામલાની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અદાલત દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.ગાંધીનગરની બીજી એડીશનલ સેશન્સ કોર્ટે સુનાવણીના અંતે બે આરોપીઓને કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.અદાલતે આ બંને આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત પ્રત્યેકને રૂ.3 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.આ કેસમાં સામેલ અન્ય એક આરોપી અંગે અદાલતે ચુકાદો આપતાં તેને નિર્દોષ જાહેર કર્યો છે અને તેને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ ફરમાવ્યો છે. 

2024માં દાખલ થયેલી ફરિયાદના આધારે કોર્ટે સજા સંભળાવી

પેથાપુર પોલીસ મથકમાં વર્ષ 2024માં દાખલ થયેલી ફરિયાદના આધારે કોર્ટે આ કડક સજા સંભળાવી છે. દીકરીઓની છેડતીના આવા બનાવો સામે પોક્સો અદાલતે આપેલા આ ચુકાદાથી કાયદાકીય દાખલો બેસશે. હોટલ સ્ટાફ દ્વારા આચરવામાં આવેલી છેડતીના કેસમાં ગાંધીનગર અદાલતનો આ આદેશ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બે આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે જ્યારે એક આરોપી તમામ આરોપોમાંથી મુક્ત થયો છે. આ કેસમાં કોર્ટે પુરાવાઓને આધારે કડક વલણ અપનાવી ન્યાયિક ફેંસલો કર્યો છે. અનાથ દીકરીઓના રક્ષણ અને સુરક્ષા માટે આ પ્રકારનો ચુકાદો અત્યંત અસરકારક સાબિત થશે

આ પણ વાંચોઃ Pollution Certificates: હવે દર વર્ષે PUC નહીં કરાવવી પડે રિન્યૂ, સરકારે BS-6 વાહનોના નિયમોમાં કર્યા મોટા ફેરફાર