ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તાજેતરમાં ટેરિફ (આયાત જકાત) ના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અમેરિકા હાલમાં 'પ્રેશર ટેક્નિક' અપનાવી રહ્યું છે. ટેરિફના આ પગલાંને કારણે ભારતીય ઉદ્યોગોને સો ટકા નુકસાન થયું હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો હતો.


ટેરિફ મુદ્દે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતનું નિવેદન

મંત્રી બળવંતસિંહ રાજપૂતે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત નથી જ્યારે અમેરિકાએ આ પ્રકારની નીતિ અપનાવી હોય. ભૂતકાળમાં ચીન સામે પણ અમેરિકાએ ટેરિફ વધારો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે અમેરિકાએ તે ટેરિફ ઘટાડ્યો હતો. તેમણે વૈશ્વિક વેપારમાં અમેરિકાની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીના મતે, અમેરિકા અનબેલેન્સ થઈ રહ્યું છે. આર્થિક આંકડાઓ ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની નિકાસ ઘટી છે, જ્યારે આયાત વધી છે, જે તેમની આર્થિક અસમતુલા દર્શાવે છે.

અમેરિકાની નિકાસ ઘટી અને આયાત વધી

ઉદ્યોગ મંત્રીનું આ નિવેદન વૈશ્વિક વેપાર નીતિઓ અને ખાસ કરીને અમેરિકા દ્વારા અન્ય દેશો પર આર્થિક દબાણ લાવવાના પ્રયાસોના સંદર્ભમાં ઘણું મહત્વનું ગણાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભૂતકાળની જેમ અમેરિકા આ દબાણની નીતિમાંથી બહાર આવશે અને ટૂંક સમયમાં ટેરિફમાં ઘટાડો કરશે.

  • Follow us on: