ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં હાર્દિક પટેલ જોવા મળ્યા ન હતા. પાટીદાર આગેવાનોની બેઠકમાં હાર્દિક પટેલની સૂચક પોસ્ટ બાદ આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદાર આગેવાને હાર્દિક પટેલને આડેહાથ લીધા હતા. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તે સરકાર સામે મુકવામાં આવશે.


[[$googlead]]

 10 જેટલા સમાજના મુદાઓ પર ચર્ચા થઈ

[[$alsoread]]

પાટીદાર આગેવાનોની બેઠકમાં પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. 10 વર્ષ બાદ પાટીદાર આંદોલનના આગેવાનો એકઠા થયા છે. 10 જેટલા સમાજના મુદાઓ પર ચર્ચા થઈ છે.

 બેઠકમાં હાર્દિક પટેલ જોવા મળ્યા ન હતા

આવનારા સમયમાં સામાજિક મુદાઓ પર કામ કરવામાં આવશે.અમારું પ્રતિનિધિ મંડળ બનાવીશું જે સરકાર સાથે ચર્ચા કરશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરવામાં આવી છે. પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. લગ્ન નોંધણીમા માતા - પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરાશે.


  • Follow us on: