રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક તથા અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ સહાયકની ભરતીમાં શિક્ષણ વિભાગની જાહેરાત કરવામાં આવી છે. ભરતીને લઈ કામચલાઉ શાળા ફાળવણીની જાહેરાત કરી છે.
શિક્ષણ સહાયકની ભરતી
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીની પ્રક્રિયાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મેરીટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવશે.અનુકૂળ હોય તે ઉમેદવારે સંમતિ આપવાની રહેશે. અન્ય ભરતીમાંથી ઉમેદવારે હક્ક જતો કરવો પડશે.
કામચલાઉ શાળા ફાળવણી
શાળા ફાળવણી બાદ ફાઈનલ એલોટમેન્ટ કરાશે. કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે. કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂંકનો હક પ્રસ્થાપિત થતો નથી.









