ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના દૂષણ સામે કડક તથા વ્યાપક કાર્યવાહી કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 1 ડિસેમ્બરથી રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગે સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી અને ફરી એકવાર સમીક્ષા તથા આયોજન માટે બેઠક યોજવામાં આવી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ANTFની ઉપસ્થિતિ

સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં DGP જી. એસ. માલિક, DGP કાયદો અને વ્યવસ્થા રાજકુમાર પાંડિયન, ગૃહ સચિવ નિપુણા તોરવણે સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનરો, ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) ના અધિકારીઓ, તમામ રેન્જ IG તથા તમામ જિલ્લા પોલીસ વડાઓ પણ બેઠકમાં જોડાયા હતા.

1 ડિસેમ્બરથી વ્યાપક ઝુંબેશ, ફરી એકવાર ઉચ્ચસ્તરીય બેઠક

રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધમાં વ્યાપક અભિયાન ચલાવીને નેટવર્કને ડામવાની દિશામાં કડક પગલાં લેવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ફરી એકવાર બેઠક કરીને અભિયાનની અમલવારી અને સંકલન અંગે માર્ગદર્શન આપશે, જેથી 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં અસરકારક કાર્યવાહી હાથ ધરી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો