રાજ્યમાં સ્થાનિક સ્તરે મુસાફરી કરતા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજો ઝીંકાયો છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રિક્ષા ભાડામાં સત્તાવાર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયની સીધી અસર રોજબરોજ રિક્ષામાં મુસાફરી કરતા લાખો મધ્યમવર્ગીય પરિવારો અને રિક્ષાચાલકો પર જોવા મળશે.


રેટ કમિટીની બેઠકમાં લેવાયો આખરી નિર્ણય

છેલ્લા ઘણા સમયથી સીએનજી ગેસના ભાવમાં થયેલા ફેરફાર અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિક્ષાચાલક સંગઠનો દ્વારા ભાડા વધારાની માગ કરવામાં આવી રહી હતી. આ બાબતે મળેલી ટ્રાન્સપોર્ટ વિભાગની ઉચ્ચ સ્તરીય રેટ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ આખરે ભાડા વધારાની દરખાસ્તને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

મિનિમમ અને રનિંગ ભાડામાં થયો આટલો વધારો

નવા મંજૂર કરાયેલા દરો મુજબ, રિક્ષાના ભાડા માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ મિનિમમ ભાડું રૂ. 25 ચૂકવવું પડશે. અગાઉ રનિંગ ભાડું રૂ. 15 હતું, જેમાં રૂ. 5 નો તોતિંગ વધારો કરીને હવે રૂ. 20 નક્કી કરવામાં આવ્યું છે.

સામાન્ય જનતાના બજેટ પર પડશે સીધી અસર

સરકાર દ્વારા રિક્ષા ભાડાના નવા દરોને લીલીઝંડી અપાતા જ હવે રિક્ષાચાલકો સત્તાવાર રીતે નવું ભાડું વસૂલી શકશે. જોકે, બીજી તરફ શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે રિક્ષા ભાડાનો આ તોતિંગ વધારો સામાન્ય જનતાના માસિક બજેટને વધુ ખોરવશે તેમાં કોઈ બેમત નથી.


આ પણ વાંચો - Suratમાં ઓટોરિક્ષા ગેંગ અને ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં: લસકાણા પોલીસનો નવતર પ્રયોગ


  • Follow us on: