ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગેની નીતિમાં થતા અલગ-અલગ અર્થઘટનોને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા સાથેનો પરિપત્ર અને નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.નવી માર્ગદર્શિકાના 9 મુખ્ય મુદ્દાઓ અનુસાર,જન્મના દાખલામાંથી બાળકના જૈવિક પિતાનું નામ કોઈ પણ સંજોગોમાં દૂર કરી શકાશે નહીં.જો માતા-પિતા સાથે રહેતા હોય અને પિતાની લેખિત સહમતિ હોય તો જ જરૂરી પુરાવાઓના આધારે બાળક પાછળ માતાનું નામ અને અટક લખી શકાશે.
રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી
જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ અંગે થતા સુધારા-વધારા બાબતે રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી છે.અગાઉ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા રદ કરી તેની જગ્યાએ નવી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે.નવા પરિપત્ર મુજબ બાળકના જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં અને પિતાના નામની કોલમમાં તેમનું નામ ફરજિયાત રહેશે.જોકે,માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય અને પિતાની લેખિત સંમતિ હોય તો જરૂરી દસ્તાવેજોના આધારે બાળકના નામની પાછળ માતાનું નામ તથા અટક રાખી શકાશે.
