ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ઓખા નગરપાલિકા તેમજ રાજ્યની અલગ-અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ચૂંટણી લડવા માટે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીયક્ષેત્રે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
ઓખા નગરપાલિકાના તમામ વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર
ઓખા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિવિધ વોર્ડવાર ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે
- વોર્ડ નંબર 1: અમિતાબેન અજયભાઈ જટાણીયા, હેમાબેન હસમુખભાર્ય ગોસાઈ, નવીનભાઈ બાબુભાઈ ગોહેલ, નિહાર ભાસ્કરભાઈ મોદી
- વોર્ડ નંબર 2: સુરીબેન કાયાલા કેર, ફરીદાબેન સુલેમાન થેમ, લાખાભાઈ હરસુરભાઈ ચાનપા, ફિરોજ સુમારભાઈ કુરેશી
- વોર્ડ નંબર 3: ઉષાબેન સુરેશભાઈ ગોહેલ, સીમાબેન કિશોરભાઈ માણેક, વિજયભાઈ નારણભાઈ પાંજરીવાલા, ફિરોજ નુરમામદ સીદી
- વોર્ડ નંબર 4: હીનાબેન સુનીલભાઈ નિમાવત, દક્ષાબેન સુભાશભાઈ થોલાણી, મિલન મુકેશભાઈ બારીયા, ચેતનલા ભાવસિંગલા માણેક
- વોર્ડ નંબર 5: સોનલબેન રમેશભાઈ ચૌહાણ, વિલાબેન આશિષભાઈ વ્યાસ, અસગર ઇશાક સુભાણીયા, અલાના હસન થેમ
- વોર્ડ નંબર 6: મંગુબેન હમીરભા માણેક, ભિનાભાઈ બુધાલા બહડ, અરવિંદભાઈ વાલજીભાઈ ચાવડા, હરીશ આલાભાઈ ખાંભલા
- વોર્ડ નંબર 7: કંચનબેન કિશોરભાઈ અગ્રાવત, શારદાબેન નીલેશભાઈ પરમાર, આશાભાઈ સાજનભાઈ હાથીયા, મયુદીન બચુભાઈ સોરા
- વોર્ડ નંબર 8: દેવલબેન દીપક બહડ, આરતીબેન બીપીનભાઈ સામાણી, માલાલા પુનાલા માણેક, કમલેશભાઈ પીઠાભાઈ રોશિયા
- વોર્ડ નંબર 9: નીરૂબેન આશાલા કેર, જ્યોત્સનાબેન જગદીશભાઈ ચાનપા, કેશુલા લખુભા હાથલ, હાડાબા બાબુભા માણેક


જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા પેટા ચૂંટણીના ઉમેદવારો
ઓખા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં યોજાનાર પેટા ચૂંટણી માટે પણ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
- જિલ્લા પંચાયત પેટા ચૂંટણી: દેવભૂમિદ્વારકા જિલ્લાની 3-ભાડથર બેઠક માટે માલતીબેન પરબતભાઈ કડોરીયાને ટિકિટ આપવામાં આવી છે.
- તાલુકા પંચાયત પેટા ચૂંટણી: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની 14-થોરિયાળી બેઠક માટે મહેશભાઈ દેવજીભાઈ પીપળીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

નગરપાલિકા પેટા ચૂંટણી
- છોટાઉદેપુર નગરપાલિકા (વોર્ડ નં. 4 - ત્રીજી બેઠક): રજનીબેન જયદીપભાઈ રાઠવા
- બાયડ નગરપાલિકા, અરવલ્લી (વોર્ડ નં. 3 - ત્રીજી બેઠક): મહેશભાઈ મોંધાભાઈ પરમાર
- ખેરાલુ નગરપાલિકા, મહેસાણા (વોર્ડ નં. 1 - ચોથી બેઠક): શુભમ અશોકભાઈ પટેલ
આ પણ વાંચો: BJP Election Expense: ભાજપે 5 રાજ્યની ચૂંટણીમાં ખર્ચ્યા 529 કરોડ, એકલા બંગાળમાં જ લગાવી દીધા 54% નાણાં!