ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમોસમી વરસાદ (માવઠા) ના માહોલને કારણે રાજકીય કાર્યક્રમો અને પ્રવાસો પર અસર પડી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આગામી પ્રવાસ આ જ કારણોસર રદ કરવામાં આવ્યો છે.


અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આગામી પ્રવાસ રદ

જગદીશ વિશ્વકર્મા 2 નવેમ્બર થી તેમના સંગઠનાત્મક પ્રવાસનો બીજો તબક્કો શરૂ કરવાના હતા. આ પ્રવાસ અંતર્ગત તેઓ આણંદ, ખેડા, નડિયાદ, સાણંદ જિલ્લાઓ અને વિસ્તારોની મુલાકાત લેવાના હતા. 

વરસાદી માહોલનાં કારણે રદ કરાયો પ્રવાસ 

જોકે, રાજ્યમાં પ્રવર્તમાન વરસાદી અને અણધારી હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, લોકોની સગવડતા અને કાર્યક્રમના સુચારુ સંચાલન માટે આ તમામ પ્રવાસોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ તમામ જિલ્લાઓના પ્રવાસો આગામી સમયમાં અનુકૂળ હવામાન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુનઃ યોજવામાં આવશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

  • Follow us on: