કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા કપાસના ટેકાના ભાવ (MSP) જાહેર કર્યા છે. રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ ₹8,060 નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારે કપાસનો ટેકાનો ભાવ જાહેર કર્યો 

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કપાસ માટે MSP પ્રતિ ક્વિન્ટલ રૂ.8,060 જાહેર

આ બેઠકમાં, મંત્રી રાઘવજી પટેલે ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાક કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે, જેઓ પોતાના કપાસને યોગ્ય ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે. કેન્દ્ર સરકારના આ પગલાથી ખેડૂતોને બજારના ભાવમાં થતી વધઘટ સામે રક્ષણ મળશે અને તેમને તેમની મહેનતનો પૂરતો બદલો મળી શકશે. CCI દ્વારા ટૂંક સમયમાં જ રાજ્યમાં કપાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

  • Follow us on: