ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027નું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટને લઈને મુખ્યમંત્રી અને ગુજરાતનું ડેલિગેશન વિદેશ પ્રવાસે ગયું હતું.વિદેશના ઉદ્યોગપતિઓ સાથે તેમણે ગુજરાતમાં રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરી હતી.ત્યાર બાદ દિલ્હી અને મુંબઈમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટને લઈને એક બેઠક કરી હતી.રાજ્યમાં આ સમિટને લઈને વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરી રહ્યાં છે.તેમણે ગઈકાલે અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. આજે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને મળ્યા હતાં. 

મુખ્યમંત્રીની મુકેશ અંબાણી સાથે મુલાકાત

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુકેશ અંબાણીને મળ્યા

મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના મુંબઈ રોડશોના કાર્યક્રમો દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાથે મુલાકાત કરીને અત્યંત આનંદ થયો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ,પેટ્રોકેમિકલ્સ,રિટેલ સપ્લાય ચેઈન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નેતૃત્વ મજબૂત કરવાની સાથે ગુજરાતમાં રિલાયન્સના પરિવર્તનકારી યોગદાન અને ચાલી રહેલા વિશાળ રોકાણો અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.જામનગરમાં સોલાર, ગ્રીન હાઈડ્રોજન અને એડવાન્સ્ડ મટિરિયલ્સ ક્ષેત્રે વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગના વિસ્તરણ માટે તેમની પ્રતિબદ્ધતાને આવકારવામાં આવી હતી.જે ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને આગળ ધપાવવામાં ગુજરાતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ તેજ

ગઈકાલે પણ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી

ગઈકાલે મુંબઈ ખાતે મુખ્યમંત્રીએ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈ, વેલસ્પન લિવિંગ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપાલી ગોએન્કા અને AM/NS ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત હરલાલકા સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યમાં રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન ગિફ્ટ સિટીમાં પણ રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી. ગુજરાતનું વિશ્વસ્તરીય પોર્ટ-લેડ લોજિસ્ટિક્સ, સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક નીતિઓ નેક્સ્ટ જનરેશન મેન્યુફેક્ચરિંગ તેમજ ફાઇનાન્સિયલ સર્વિસિસ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!