અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બનેલા જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રીજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર આવતી ભાટ ચોકડી ઉપર દૈનિક બે લાખ જેટલા વાહનોની અવરવજર રહે છે. જેને પગલે ટ્રાફિકને હળવો કરવા માટે એપોલો સર્કલ ઉપર 175 કરોડના ખર્ચે કેબલ સ્ટ્રેઈડ બીજ તૈયાર કરાયો છે. એપોલો સ્ટેડ બીજના લોકાર્પણ સાથે જ આગળ કોબા-ભાટ વચ્ચે નર્મદા કેનાલ બીજને પહોળો કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.
પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબીજ હવે ધમધમતો થઈ જશે
એપોલો સર્કલ ખાતે ગાંધીનગરનો પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબીજ હવે ધમધમતો થઈ જશે. જેની લંબાઈ 1483 મીટર એટલે દોઢેક કિલોમીટર જેટલી છે. જ્યારે પહોળાઈ 27 મીટર તેમજ બંને સાઈડ દોઢ મીટરની ફૂટપાથ અને ક્રેશ બેરીયર બનાવવામાં આવ્યા છે.બીજ માટે કેબલ ખાસ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. બીજના આઠ ગાળામાં 100 મીટરના બે સ્પાન કેબલના સહારે લટકતા રખાયા છે. બીજને સમાંતર 6 લેનના સવીસ રોડ બનાવવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયે બીજની નીચે અંડરપાસ બનાવવામાં આવશે. જેને પગલે આગામી સમયે અહીં વૈષ્ણોદેવી ચોકડીની જેમ થ્રી લેયર ટ્રાફિક જોવા મળશે.
