ભારતની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યના દરિયા કિનારાની સુરક્ષાને વધુ સઘન અને અભેદ્ય બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ સીમા પર ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે 'મરીન ટાસ્ક ફોર્સ'ને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

મરીન ટાસ્ક ફોર્સનું નવું માળખું અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક

રાજ્ય સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સનું વિગતવાર માળખું આખરી કરવામાં આવ્યું છે. આ સુરક્ષા વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત કુલ 3 SP (પોલીસ અધિક્ષક) અને 9 DySP (નાયબ પોલીસ અધિક્ષક) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેઓ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાનું સીધું મોનિટરિંગ કરશે.

Gujarat Enhances Coastal Security: Home Department Approves 3 SPs, 9 DySPs & 725 Posts

મરીન અનામત દળની 725 જગ્યાઓ ફાળવાશે

દરિયાઈ સીમાઓની ચોકીદારી અને પેટ્રોલિંગને વધુ સક્ષમ બનાવવા માટે મરીન પોલીસ સ્ટેશનોને વધારાનું મહેકમ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મરીન અનામત દળની કુલ 725 જગ્યાઓ મરીન પોલીસ સ્ટેશનોને ફાળવવામાં આવશે. આ વધારાના બળને કારણે તટવર્તી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની તાકાતમાં મોટો વધારો થશે અને કોઈપણ આપત્તિ કે જોખમનો ત્વરિત સામનો કરી શકાશે.


આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ