ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લો દિવસ છે.આમ છતાં હજુસુધી ભાજપ અને કોંગ્રેસે ગઈકાલ સુધી ઉમેદવારો જાહેર કર્યા નહોતા કર્યા. આજે કોંગ્રેસે કેટલાક વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં બાકી રાખ્યા છે. જેના કારણે કોને ટિકીટ મળશે અને કોણ કપાશે તે જાણવાની કાર્યકર્તાઓ અને દાવેદારોમાં ઉત્સુકતા વધી છે.મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે.આ માટે ચાર દિવસથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે.ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાથી લઈને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો પુર્ણ થઈ છે.

ચાર દિવસમાં 411 ફોર્મ ઉપડી ગયા

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં ચાર દિવસથી ચાલી રહેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગઈકાલે ચોથા દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી.જેની સામે ગઈકાલે 115 જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો ફોર્મમાં સૌથી વધુ ભાજપના નામે 83 ફોર્મ, કોંગ્રેસના નામે 20 ફોર્મ જ્યારે બાકીના 12 ફોર્મ આપ, અપક્ષ અને અન્ય રાજકીય પક્ષોના નામે ગયા હતા.ચાર દિવસમાં 411 ફોર્મ ચૂંટણી લડવા માટે થનગની રહેલાં ધૂરંધરો લઈ ગયા છે. આટલા ફોર્મ ઉપડી ગયા બાદ પણ ગઈકાલ સુધી ભાજપ કે કોંગ્રેસમાંથી એક પણ ફોર્મ ભરાયું નહોતું. ત્ચારે આજે કોંગ્રેસે 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 

કોંગ્રેસે 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

વોર્ડ-1

જલ્પાબેન ઠાકોર

સુનિતાબેન સંજયકુમાર પટેલ

રવિન્દ્રકુમાર છોટાલાલ ત્રિવેદી

નંદુભાઈ રમણભાઈ પટેલ

વોર્ડ-3

હેતલ રાઠોડ

શિવાની સતીશકુમાર શાહ

માનજી મોદી

મહેન્દ્રસિંહ સતુભા ચાવડા

વોર્ડ-8  

આશાબેન જશુભાઈ ઠાકોર

દક્ષાબેન દિનેશભાઈ પરમાર

ચિરાગકુમાર પ્રતાપજી ઠાકોર

ફેવીન ધિરેનકુમાર પટેલ

વોર્ડ-9  

રંજનબેન અમરસિંહ રમલાવત

અશ્વિનકુમાર દાનાભાઈ સુહાન

ધ્રુવ સીતારામભાઈ પટેલ

વોર્ડ-10  

પલકબેન અમિતસિંહ ગોહિલ

વૈશાલીબેન પ્રતીકકુમાર પરમાર

રમેશભાઈ ચેલાભાઈ દેસાઈ

ઉમેશકુમાર પ્રવીણભાઈ પટેલ