ગુજરાતમાં ફિક્સ પે નીતિ મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. ભારતીય મઝદૂર સંઘે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ નીતિમાં દેર્વિચારણા કરવા અને ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવાનો ઉગ્ર માંગણી કરી છે. જો રાજ્ય સરકાર આ નીતિમાં ફેરફાર નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


[[$googlead]]

લાંબા સમયથી ચાલી આવતી ફિક્સ પે નીતિ સામે રોષ

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતા કર્મચારીઓને શરૂઆતના વર્ષોમાં ફિક્સ પગાર ધોરણે રાખવામાં આવે છે. આ નીતિના કારણે કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ કરતા ઓછો પગાર મળે છે અને અન્ય ભથ્થાઓનો લાભ પણ મળતો નથી. લાંભા સમયથી આ નીતિ સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, અને અનેક સંગઠનો દ્વારા તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.

[[$alsoread]]

ભારતીય મઝદૂર સંઘની મુખ્ય માંગણીઓ

સંઘનું માનવું છે કે, 5 વર્ષનો સમયગાળો ખૂબ લાંબો છે અને તેનાથી કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે. 2 વર્ષનો સમયગાળો વાજબી અને વ્યાવહારિક છે. ફિક્સ પે નીતિ સમાન કામ માટે અસમાન વેતનનો સિદ્ધાંત અપનાવે છે, જે બંધારણીય રીતે અયોગ્ય છે. જો સરકાર દ્વારા આ માંગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો ભારતીય મઝદૂર સંઘે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે સરકાર પર દબાણ વધ્યું છે.


  • Follow us on: